Facts | ફક્ત આ ગામની યાત્રા કરી લો થઈ જશો માલામાલ ! સંપૂર્ણ રહસ્ય

આપણો દેશ અદભૂત મંદિરો અને રહસ્યમયી કથાઓનો દેશ છે. ક્યાંક કોઈની વર્ષોની મનોકામના પૂરી થાય છે અને સંતાન મળે છે તો ક્યાંક માથું ટેકવાથી જીવનસાથી મળે છે. આવું જ એક ગામ અને ત્યાંનું શિવ મંદિર છે જ્યાં ફરિયાદ લઈને જનાર ભક્ત પર મા લક્ષ્મીની એવી અપાર કૃપા વરસે છે કે તેને જીવનભાર ક્યારેય રુપિયાની અછત રહેતી નથી.


ભારતનું સૌથી છેલ્લું ગામ કહેવાતા માણાના આ શિવ મંદિર પાછળની કથા મુજબ અહીં ભગવાન શિવનો એક મોટો ભક્ત રહેતો હતો. પોતે મોટો વેપારી હતો અને દરેક ક્ષણે શિવનું નામ જપતો હતો. તેના કારણે જ શિવ તેના પર અતિ પ્રસન્ન હતા.


કથા મુજબ માણા ગામનો આ વાણિયો માણિક શાહ એકવાર વેપાર માટે ધન સાથે બહારગામ ગયો હતો ત્યાં રસ્તામાં લૂટેરાઓએ તેને લૂટી લીધો અને તેની ગરદન કાપી નાખી હતી. જોકે માણિક શિવનો એટલો મોટો ભક્ત હતો કે ડોકું કપાઈ ગયા પછી પણ તેનું મસ્તક શિવ-શિવ બોલતું રહ્યું.

ભગવાન તેની ભક્તિથી પ્રસન્ન થયા અને વરાહનું મસ્તક તેના ધડ સાથે લગાવી દીધું. સાથે જ વરદાન આપ્યું કે જે પણ માણા ગામ આવશે તેના તમામ સંકુટ દૂર થશે અને તેમના પર મા લક્ષ્મીની અપાર કૃપા રહેશે.

માણિક શાહની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજીની માણા ગામમાં મણિભદ્ર તરીકે પૂજા કરવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ આ શિવ મંદિરની મુલાકાત જરુર લે છે. માન્યતા છે કે અહીં આવતા તમામ ભક્તો પર મા લક્ષ્મી અપાર કૃપા વરસાવે છે. તેમને જીવનભર ક્યારેય ધન-ધાન્યની અછત નથી રહેતી.

Pradhan Mantri Mundra Yojna માં Loan કેવી રીતે મેળવી શકાય? આ સરળ રીત છે


ઉત્તરાખંડનું માણા ચમોલી પાસે આવેલું એક નાનું ગામ છે. જે ભારત તીબેટ બોર્ડર પર આવ્યું છે. અહીં શિવ મંદિર ઉપરાંત એક ગુફા પણ છે જ્યાં મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશને મહાભારત સંભળાવી હતી.

https://www.reporter17.com/2019/12/bas-is-gav-me-jakar-aaye-ho-jaynge-malamal.html
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of barobarche.in. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.

Subscribe to receive free email updates:

0 Response to "Facts | ફક્ત આ ગામની યાત્રા કરી લો થઈ જશો માલામાલ ! સંપૂર્ણ રહસ્ય"

ટિપ્પણી પોસ્ટ કરો