નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે ની જરૂરી માહિતી
SMC cycle Surat : SMC આપશે હવે ભાડે સાયકલ ? ટ્રાફિક ઓછી કરવા માટે
HDFC Two Wheeler Loan : તમારી ડ્રીમ બાઇક ફક્ત 77 રૂપિયામાં ખરીદો - ડાઉન પેમેન્ટ નહીં, પ્રોસેસિંગ ફી નહીં!
અરજી ફોર્મ
- નવા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે લર્નીંગ લાઇસન્સ લેવા માટેની અરજી જરૂરી છે.
- અરજીદાતાએ લર્નીંગ અને ડ્રાઇવીંગ લાઇસન્સ લેવા માટે ઓનલાઇન અરજી કરવી. ફોર્મ નં. 1(એ)માં મેડીકલ સર્ટીફીકેટ આપવાનું રહેશે. ટ્રાન્સપોર્ટ ગુડ્સ વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સની જરૂર હોય ત્યારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી અથવા વધુ માહિતી મેળવવા માટે મહેરબાની કરીને… અરજી ફોર્મ અહીં મુલાકાત લોઃ https://parivahan.gov.in
યોગ્યતા
- ગીયર વિનાના દ્વીચક્રી વાહનનું લાઇસન્સ મેળવવા 16 વર્ષની વય પૂર્ણ કરી હોવી જોઇએ.
- ગીયર સાથેના દ્વીચક્રી વાહનો, મોટરકાર, ટ્રેક્ટર અને અન્ય બિન ટ્રાન્સપોર્ટ વાહનનું લાઇસન્સ મેળવવા માટે 18 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ.
- ટ્રાન્સપોર્ટ વાહન માટે વ્યક્તિએ 20 વર્ષની વય પૂર્ણ કરેલી હોવી જોઇએ. વધુમાં તેણે ધો8 પાસ કરેલું હોવું જોઇએ તેમજ તેને ઓછા વજનના વાહનો ચલાવવાનો એક વર્ષનો અનુભવ હોવો જોઇએ.
SMC cycle Surat : SMC આપશે હવે ભાડે સાયકલ ? ટ્રાફિક ઓછી કરવા માટે
જરૂરી દસ્તાવેજો
- ઉમરનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, પાસપોર્ટ.
- સરનામાનો પુરાવો : શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એલઆઇસી પોલીસી, મતદાર ઓળખપત્ર, લાઇટબિલ, ટેલિફોનબિલ, સરનામા સાથેનો મકાનો વેરો, સેન્ટ્રલ કે સ્ટેટ અથવા સ્થાનિક સરકારની પે સ્લિપ અથવા અરજીકર્તાનું સોગંદનામુ સરનામાના પુરાવારૂપે રજૂ કરવાનું રહેશે.
ફી
- લર્નીંગ લાઇસન્સ અને ડ્રાઇવીંગ લાઇસન્સની ફી એક સાથે જ ભરવાની રહેશે. લર્નીંગ લાઇસન્સ મેળવવા રૂ. 50 ટેસ્ટ ફી વત્તા રૂ.150 વાહનની કેટેગરીદીઠ આપવા જરૂરી છે.
- સ્માર્ટ કાર્ડ ડ્રાઇવીંગ લાઇસન્સ માટે રૂ.200 અને વાહનોની શ્રેણી દીઠ રૂ.300 ડ્રાઇવીંગ લાઇસન્સ માટે આપવા જરૂરી છે.
પરીક્ષાની પદ્ધતિ
લર્નીંગ લાઇસન્સ મેળવવા, કમ્પ્યુટરથી નોલેજ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
- નીતિ નિયમો, ટ્રાફિકના સાઇનેજ(નિશાન) જેવા વિષયો ટેસ્ટમાં સામેલ છે.
- ટેસ્ટમાં 15 પ્રશ્નો પૂછવામાં આવશે, પાસ થવા માટે તે પૈકી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે.
- પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા 48 સેકન્ડનો સમય મળશે.
- ટેસ્ટમાં સફળ ન થનાર વ્યક્તિ 24 કલાકના સમય બાદ ફરીથી ટેસ્ટ માટેની અપીલ કરી શકે છે.
- જે વ્યક્તિ પાસે લર્નીંગ લાઇસન્સ છે અથવા ડ્રાઇવીંગ લાઇસન્સ છે તે વર્તમાન ડ્રાઇવીંગ લાઇસન્સમાં વાહનની વધારાની શ્રેણી ઉમેરવા અરજી કરી શકે છે, તેને કમ્પ્યુટર પર નોલેજ ટેસ્ટ આપવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
- એલએલઆર(LLR) નમૂના પ્રશ્ન બેંક અહીં ક્લિક કરો.
HDFC Two Wheeler Loan : તમારી ડ્રીમ બાઇક ફક્ત 77 રૂપિયામાં ખરીદો - ડાઉન પેમેન્ટ નહીં, પ્રોસેસિંગ ફી નહીં!
કાયમી ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવીંગની પરીક્ષા આપવી ફરજીયાત છે.
- લર્નીંગ લાઇસન્સ મેળવનાર કોઇપણ વ્યક્તિ તેને મેળવવ્યા બાદ 30 દિવસના સમયગાળા પછી ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકે છે.
- જે વાહન માટે ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવવા અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તેનો ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે.
- લર્નીંગ લાઇસન્સ 6 મહિના માટે જ માન્ય ગણાશે, જેથી અરજીકર્તાએ આ માન્ય સમયગાળા દરમિયાન જ ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર થવાનું રહેશે.
- ડ્રાઇવીંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટના બુકીંગ માટે અહીં ક્લિક કરો.
ખાસનોંધ: આ લખાણની કોપી કરતા પહેલા અમારી મંજૂરી લેવી જરૂરી છે
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of barobarche.in. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.
0 Response to "New Driving License : નવું ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે ની જરૂરી માહિતી"
ટિપ્પણી પોસ્ટ કરો